Photo ID must for COVID-19 vaccination for accessing Covid vaccine

Join Our Telegram Channel (4.2k+) Join MPHW/FHW Telegram Channel (18k+) Join Our Whatspp Group (41+ Group) Join Instagram Job update Page (2000+)

15 પ્રશ્નથી સમજીએ કે દેશમાં વેક્સિનેશન કેવી રીતે થશે:​​​​​​​ વેક્સિન લગાવવી કે નહીં, સરકારે આ નિર્ણય લોકોની ઈચ્છા પર છોડયો

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છે કે કોરોના વાઈરસનું વેક્સિનેશન સ્વૈચ્છિક હશે. મંત્રાલયે આ સાથે એવી પણ સ્પષ્ટતા કરી છે કે ભારતમાં તૈયાર કરવામાં આવેલી વેક્સિન એટલી જ અસરકારક છે કે જેટલી અન્ય દેશોમાં તૈયાર થઈ રહેલી વેક્સિન છે. આ સાથે સ્વાસ્થ્ય મંત્રાલયે વેક્સિનનો પૂરો કોર્સ લેવાની સલાહ આપી છે, જેથી પોતાની જાતને કોરોનાથી બચાવી શકાય તેમ જ સંપર્કમાં આવેલા પરિવારના સભ્યો, મિત્રો, સંબંધિઓ તથા સહકર્મચારીઓને પણ સંક્રમણથી બચાવી શકાય. મંત્રાલયે વેક્સિનેશન ડ્રાઈવને લઈ પૂછવામાં આવેલા પ્રશ્નોના આધાર પર FAQ જાહેર કરી છે. અમે તમને આ પૈકી પસંદ કરવામાં આવેલા 15 પ્રશ્નોના જવાબો મારફતે માહિતી આપી રહ્યા છીએ કે દેશમાં કોરોના વેક્સિનેશન કેવી રીતે થશે….

Photo ID must for COVID-19 vaccination for accessing Covid vaccine

1. શું કોરોના વેક્સિનેશન સૌને માટે જરૂરી હશે?
નહીં. તે સ્વૈચ્છિક ધોરણે રહેશે. જોકે, આ સાથે એવી પણ સલાહ આપવામાં આવે છે કે કોરોનાથી બચવા માટે વેક્સિનનો પૂરો શિડ્યુલ અપનાવો, જેથી તમે તમારા પરિવારના લોકો, મિત્રો, સંબંધિઓ અને કો-વર્કર્સને આ બીમારીથી બચાવી શકાય.

2. પહેલા કેવી રીતે વેક્સિન લગાવવામાં આવશે?
સરકારે પ્રાયોરિટી ગ્રુપ નક્કી કર્યા છે. પહેલા ગ્રુપમાં હેલ્થ કેર અને ફ્રન્ટ લાઈન વર્કર્સ રહેશે. બીજા ગ્રુપમાં એવા લોકોનો સમાવેશ કરવામાં આવશે કે જેમની ઉંમર 50 વર્ષથી વધારે છે અથવા તો જેમની ઉંમર 50 વર્ષથી ઓછી છે પણ ગંભીર બીમારી ધરાવે છે.

  • 50+ ગ્રુપ એટલા માટે પસંદ કરવામાં આવેલ છે કારણ કે આ વય જૂથને વેક્સિન લગાવવાથી આ પ્રકારના 78 ટકા લોકો કવર થઈ જશે, જેમને કોઈ ગંભીર બીમારી પણ છે.
  • 50+ ગ્રુપને બે સૌથી પેટા-ગ્રુપમાં વહેચવામાં આવશે. પહેલું સબ ગ્રુપ 60+ ઉંમરના લોકો હશે. તેમને પહેલા વેક્સિન આપવામાં આવશે. અન્ય પેટાગ્રુપ 50થી 60 વર્ષની ઉંમરના લોકો હશે. ત્યારબાદ વેક્સિન લગાવવામાં આવશે.
  • જો વેક્સિનની ઉપલબ્ધતા સારી રહેશે તો બન્ને પેટા-ગ્રુપને એક સાથે વેક્સિન આપવામાં આવી શકે છે.

3. શુ કોઈ સંક્રમિત વ્યક્તિને વેક્સીન લગાવવામાં આવશે?
આ પ્રશ્નના જવાબમાં મંત્રાલયે કહ્યું કે સંક્રમણના લક્ષણ ખતમ થયાના 14 દિવસ બાદ આ પ્રકારની વ્યક્તિને વેક્સિન લગાવવામાં આવશે.

4. જે કોરોનાથી રિકવર થઈ ચુક્યા છે, શું તેમના માટે વેક્સિન લગાવવી જરૂરી છે?
હા, તમને કોરોના અગાઉ થયો હોય અથવા ન થયો હોય, તમને વેક્સિનેશનની સલાહ આપવામાં આવે છે, જેથી વાઈરસ સામે તમારી ઈમ્યૂન સિસ્ટમ મજબૂત થઈ શકે.

5. સૌથી મોટો પ્રશ્ન- વેક્સિનેશન કેવી રીતે થશે?

  • વેક્સિનની ઉપલબ્ધતા પ્રમાણે અગાઉ પ્રાયોરિટી ગ્રુપનું વેક્સિનેશન થશે.
  • જે આ ગ્રુપ અંતર્ગત યોગ્યતા ધરાવશે તેમને ઓનલાઈન રજિસ્ટ્રેશન બાદ રજિસ્ટર્ડ મોબાઈલ નંબર મારફતે ટાઈમ અને હેલ્થ ફેસિલિટી અંગે SMS મારફતે જાણ કરવામાં આવશે,
  • વેક્સિનેશન સેન્ટર પર માસ્ક લગાવી જવાનું રહેશે. હાથ સેનેટાઈઝ રાખવાના રહેશે. સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું રહેશે.
  • વેક્સિનેશન માટે યોગ્યતા ધરાવતા લોકોને તેમના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર વેક્સિનેશન સંબંધિત જાણકારી આપવામાં આવશે. એવી માહિતી આપવામાં આવશે કે તેમને કયા કેન્દ્ર પર અને ક્યારે વેક્સિન આપવામાં આવશે.
  • વેક્સિન લગાવ્યા બાદ સેન્ટર પર ઓછામાં ઓછા અડધો કલાક રોકાવુ પડશે. જો તબીયત ઠીક ન જણાય તો ત્યાં રહેલા સ્ટાફને જાણ કરવી.
  • વેક્સિનના તમામ ડોઝ લગાવ્યા બાદ QR કોડ આધારે સર્ટીફિકેટ પણ તમને મોબાઈલ પર આપવામાં આવશે.

6. વેક્સિનના કેટલા ડોઝ હશે?
બે ડોઝ હશે. તે 28 દિવસના અંતરે લેવાના રહેશે. ત્યારબાદ તમારે વેક્સિનેશન શિડ્યુઅલ પૂરો કરવાનો રહેશે.

7. જો કોઈએ હેલ્થ ડિપાર્ટમેન્ટમાં રજિસ્ટ્રેશન ન કરાવ્યું હોય તો શું તેને વેક્સિન લગાવવામાં આવશે?

નહીં. રજિસ્ટ્રેશન જરૂરી છે. રજિસ્ટ્રેશન બાદ જ વ્યક્તિને જણાવવામાં આવશે કે તેમણે ક્યાં, કેટલા સમયે વેક્સિન માટે પહોંચવાનું છે.

8. જે વેક્સિન માટે યોગ્ય હશે તેમના માટે કયા દસ્તાવેજની જરૂર રહેશે?
તેમા કોઈ પણ ફોટો ID રજિસ્ટ્રેશન માટે રજૂ કરવું જરૂરી છે

  • ડ્રાઈવિંગ લાઈસન્સ
  • લેબલ મિનિસ્ટ્રી તરફથી જાહેર કરેલ હેલ્થ ઈન્સ્યોરન્સ સ્માર્ટ કાર્ડ
  • મનરેગા જોબ કાર્ડ
  • સાંસદો, ધારાસભ્યો, વિધાન પરિષદના સભ્યોને મળેલા અધિકૃત આઈડી કાર્ડ
  • પાન કાર્ડ
  • બેંક અથવા પોસ્ટ ઓફિસ તરફતી ઈસ્યુ પાસબુક
  • પાસપોર્ટ
  • પેન્શન ડોક્યુમેન્ટ
  • કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને પબ્લિક લિમિટેડ કંપનીના કર્મચારીઓને જારી કરવામાં આવેલ સર્વિસ આઈડી કાર્ડ
  • વોટર આઈડી કાર્ડ

9. શું રજિસ્ટ્રેશન સમયે પણ ફોટો આઈડી જરૂરી હશે?

રજિસ્ટ્રેશનના સમયે ફોટો આઈડી જરૂરી હશે. તેને વેક્સિનેશનના સમયે વેરિફાઈ કરવામાં આવશે.

10. જો વેક્સિનેશનની જગ્યા પર કોઈ ફોટો આઈડી ન રજૂ કરવામાં આવે તો શું થશે?
રજિસ્ટ્રેશન અને વેક્સિનના સમયે વેરિફિકેશન માટે ફોટો આઈડી જરૂરી છે

11. જો કોઈ કેન્સર, ડાયાબિટીસ, હાઈપરટેન્શન જેવી બીમારી માટે દવા લઈ રહ્યું છે તો શું તેને વેક્સિન આપવામાં આવશે?
હા, આ પ્રકારની બીમારીવાળા દર્દી હાઈ રિસ્ક કેટેગરીમાં આવશે. તેમના માટે વેક્સિનેશન જરૂરી છે.

12. એન્ટીબોડી ક્યારે ડેવલપ થશે?
કોરોના વેક્સિનનો બીજો ડોઝ મેળવતી વખતે બે સપ્તાહ બાદ એન્ટીબોડી ડેવલપ થશે.

13. શુ વેક્સિનની આડ અસરો થશે? કઈ સાવચેતી રાખવી જરૂરી છે?

જ્યારે સેફ્ટી સાબિત થશે ત્યારે કોરોના વેક્સિન લાવવામાં આવશે. અન્યથા વેક્સિનને લીધે સામાન્ય તાવ અથવા દુખાવા જેવા કેટલાક લક્ષણ જોવા મળે છે. રાજ્ય સરકારોને વેક્સિનની આડઅસરોનો સામનો કરવા પગલા ભરવા કહેવામાં આવ્યુ છે. વેક્સિન લગાવ્યા બાદ પણ માસ્ક લગાવવાનું રહેશે. હાથ સેનિટાઈઝ રાખવાના રહેશે. સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું રહેશે.

14. વિવિધ વેક્સિન આવ્યા બાદ કોની પસંદગી કરવામાં આવશે?
ક્લિનિકલ ટ્રાયલના ડેટાના આધારે સેફ્ટીને જોતા વેક્સિનની પસંદગી કરવામાં આવશે અને તેને લાઈસન્સ મળશે. એ સુનિશ્ચિત કરવાનું રહેશે કે એક જ વેક્સિનનો પૂરો શિડ્યુઅલ અપનાવવામાં આવે. વેક્સિનના ડોઝ બદલી શકાતા નથી.

15. શુ ભારત પાસે 2થી 8 ડિગ્રી તાપમાનમાં વેક્સિન સ્ટોર કરવાની ક્ષમતા છે?
ભારત વિશ્વનો સૌથી મોટો ઈમ્યુનાઈઝેશન પ્રોગ્રામ ચલાવે છે. તેમા 2.6 કરોડ શીશુ અને 2.9 કરોડ ગર્ભવતી મહિલાનો સમાવેશ થાય છે. આ પ્રોગ્રામને વધારે મજબૂતી આપવામાં આવી છે.

 

તમારી લાયકાત અનુસાર નીચે ફોર્મ ભરો. તમારી મનગમતી Examની માહિતી મેઇલ/SMSમાં મળી રહેસે

Important :

  • Stay connected with www.GovtBharti.info for latest updates.
  • Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Paridhi Solanki
Paridhi Solanki is a Member of GovtBharti experts led by Triman gohel. Trusted by Gujarat's Youth readers. students says govtbharti is one of the best Free job announcement, call latters, materials website. We provide you the latest Job updates from the all across india. Meanwhile, GovtBharti is helping all the students and candidates by providing latest information about jobs and all other competitive exams.

Recent Updates

Job Updates

VMC Interview Call Letter for Various Posts 2025

Old Papers